ઈસુ ગાલીલમાય ચ્યા સેવા સુરુ કોઅહે

(માર્ક 1:14-15; લુક. 4:14-15)

12જોવે તો વોનાયોકા યોહાન બાપતિસ્મા દેનારાલ જેલેમાય કોંડી દેનહો, તોવે તો યહૂદીયા ભાગામાઅને ગાલીલ ભાગામાય જાતો રિયો. 13એને તો નાજરેત ગાવાલ છોડીન તો કાપરનાહુમ ગાવામાય જો દોરિયા મેરાવોય જબુલુન એને નાફતાલી ભાગામાય જાયને રા લાગ્યો. 14ઈ યાહાટી જાયા કા યશાયા ભવિષ્યવક્તાથી આખલા આતા તીં પુરાં ઓએ. 15તુમા લોક જ્યા જબુલુન એને નાફતાલી ભાગામાય રોતહા, એને જ્યા ગાલીલ દોરિયા પાહીના એને યારદેન નોયે દિહી ઉદ્યા મેરાવોય હેય, ઈ ગાલીલ ભાગા ઓહડો ભાગ હેય તાં અમુક ગેર યહૂદી લોક રોતાહા. 16જ્યા લોક પોરમેહેરાલ વોળખ્યા વોગાર આંદારામાય બોઠલા આતા, ચ્યાહાય મોઠો ઉજવાડો દેખ્યો, એને મોરણા છાવડયેમાય બોઠલેં આતેં, ચ્યાહાવોય ઉજવાડો ચોમક્યો.

17ચ્યા સોમાયથી ઈસુય પ્રચાર કોઅના શુરવાત કોઅયા, “પાપ કોઅના છોડી દા કાહાકા હોરગા રાજ્ય પાહી યેય ગીયહા.”