યોક આયહે માગણી
(માર્ક 10:35-45)
20તોવે જબદયા પાહા આયહયે આરે જાયને ઈસુવાપાય યેયન પાગે પોડયેં, એને ઈસુલ રાવ્યાં કોઅરા લાગી. 21ઈસુવે ચ્યેલ આખ્યાં, “તું કાય માગતીહી?” ચ્યેય ચ્યાલ આખ્યાં, “ઈ વચન દે કા મા યા બેન પાહા તો રાજ્યામાય યોક જાંઆ જમણે આથે એને યોક ડાબે આથે બોહે.” 22ઈસુવે ચ્યાહાન આખ્યાં, “તુમા ઈ નાંય જાંએ કા તુમા કાય માગતેહે? કાય તુમા બોગવાં હાટી તિયાર હેય, જેહેકોય આંય બોગાવનારો હેય, મોઅરાંહાટી જેહેકોય આંય મોઅહી?” ચ્યાહાય ઈસુલ આખ્યાં, “આમહે કોય ઓઅઇ હોકી.” 23ઈસુય ચ્યાહાન આખ્યાં, “જેહેકોય આંય બોગવીહીં, તેહેકોયજ તુમા બોગવાહા, તુમા મોઅઇ જાહા, જેહેકોય આંય મોઅઇ જાહીં, બાકી માન નોક્કી કોઅના ઓદિકાર નાંય હેય કા મા જમણે એને ડાબે આથે, કું તો માનાપાના જાગો મેળવી, પોરમેહેરાય ચ્યા જાગાલ તિયાર કોઅલા હેય, જ્યાહાન ચ્યાય નિવડયાહા ચ્યાહાહાટી.”
24ઈ વોનાઈન દોહો શિષ્ય યાકૂબ એને યોહાનાલ ખિજવાયા લાગ્યા. 25તોવે ઈસુય ચ્યાહાન પાહી હાદિન આખ્યાં કા, “તુમહાન ખોબાર હેય, કા જ્યા લોક યા દુનિયામાય જ્યા ઓદિકારી ગોણાતાહા, ચ્યે ચ્યાહા ઓદિકારા ઉપયોગ ચ્યાહા તાબામાઅને લોકહાઉપે ઓદિકાર ચાલાડાહાટી કોઅતાહા. 26બાકી તુમહામાય ઓહડા નાંય ઓરી, બાકી તુમહેમાય જો કાદો મોઠો બોના માગહે, તો તુમહે ચાકાર બોને, 27એને જો કાદો તુમહામાય મુખ્ય ઓરા માગે, તો તુમહે દાસ બોને. 28જેહેકોય કા આંય, માઅહા પોહો, બીજહા સેવા કોઅરાહાટી યા દુનિયામાય યેનો, યાહાટી નાંય યેનો કા બીજે મા સેવા કોએ, આંય ઘોણા લોકહાન ચ્યાહા પાપાહામાને છોડાવાહાટી પોતાનો જીવ દાં યેનો.”


