ઈસુ દેવાળામાય જાયના એને વેપાર્યાહાન બાઆ કાડહે

(માર્ક 11:15-19; લુક. 19:45-48; યોહા. 2:13-22)

12ઈસુ એને ચ્યા શિષ્ય યેરૂસાલેમ શેહેરામાય પોઅચ્યા, એને પોરમેહેરા દેવાળા બાઆપુર ગીયા, ઈસુ ચ્યા લોકહાન તાઅને બાઆ કાડના સુરુ કોઅયા, જ્યા બલિદાનાહાટી ઉપયોગ ઓઅનારે જોનાવારે એને બાકી વસ્તુ વેચાતાં લાંહાટી એને વેચાંહાટી કામ કોઅઇ રીયલા આતા, ચ્યાય પોયહા બોદાલનારાહા બાકડાહાન ડેકલી દેના, એને ચ્યાય કબુતર વેચનારાહાપાંય જાયન વેચનારાહા ખુરચ્યેહેલ કોથલાડી દેને. 13ચ્યાહાન ઈસુવે હિકાડીન એહેકેન આખ્યાં કા, “કાય પવિત્રશાસ્ત્ર ઈ નાંય આખે, કા મા દેવાળાલ બોદયે જાત્યે લોકહાહાટી પ્રાર્થના ગુઉ આખલા જાય? બાકી તુમાહાય તીં બાંડાહા ગુઉ બોનાવી રાખ્યાહાં.”

14આંદળા એને લેંગડા દેવાળામાય ચ્યાપાય યેના, એને ચ્યે ચ્યાહાન હારાં કોઅયા. 15બાકી જોવે મુખ્ય યાજકાહા એને મૂસા નિયમ હિકાડનારા ગુરુ ઈસુ મોઠે કામે, જ્યેં ચ્યાય કોઅલે, એને પોહાહાન દેવાળામાય “દાઉદ રાજા પાહા હોસાન્ના” એહેકેન બોંબલીન આખતા વોનાયા, તોવે ચ્યા ખિજવાય ગીયા. 16એને ચ્યાહાય ચ્યાલ પુછ્યાં, “યેં કાય આખતેહે તીં તું વોનાય રિયહો કા?” ઈસુવે જાવાબ દેનો, “હાં, એને કાય તુમાહાય પવિત્રશાસ્ત્રામાય ઈ કોદહી નાંય વાચ્યાહાં: કા પોહાહા એને દુદ પિતા પાહાહા મુયેથી, તુયે મહિમા કોઆડી?” 17તોવે ચ્યાહાન છોડીન તો શેહેરા બારે બેથાનીયા ગાવામાય ગીયો, એને રાત તાં રિયો.