કૈસરાલ કર દેઅના
(માર્ક 12:13-17; લુક. 20:20-26)
15તોવે પોરૂષી લોકહાન જાયને આંદાર-આંદાર વિચાર કોઅયા, કા ચ્યાલ કેહેકેન વાત્યેહેમાય ફસાવજે. 16ચ્યાહાય પોતાના શિષ્યહાન હેરોદ લોકહા ટોળા આરે ઈસુવાપાય ઈ આખા દોવાડયા, “ઓ ગુરુ, આમા જાંઅજેહે કા, તું સાદા હાચ્ચાં આખતોહો એને તું યા બારામાય ચિંતા નાંય કોએ કા લોક તો બારામાય કાય વિચાર કોઅતાહા, કાહાકા તું બોદહાઆરે હારકો વેવાહાર કોઅતોહો, બાકી પોરમેહેરા વાટ હાચ્ચાયે પરમાણે હિકાડતોહો. તે પાછે આમી આમહાન આખ, કાય કૈસરાલ કર દેઅના આમે નિયમા વિરુદ હેય? 17તે પાછે આમી આમહાન આખ, કાય કૈસરાલ કર દેઅના આમે નિયમા વિરુદ હેય?” 18ઈસુવાય ચ્યાહા ખારાબી એઇન આખ્યાં, “ઓ ડોંગી તુમા માન જુઠા આખવાકોય ફસવા કોશિશ કાહા કોઅય રીઅલા હેય?” 19માન યોક દીનાર (૧ દીનાર એટલે યોકા દિહા કાંબારાં ઓઅહે) આંઆઈ દિયા, માન એરા દિયા. 20તોવે ચ્યે ચ્યાહાન આખ્યાં, “ઓ ફોટો એને નાંવ કા હેય?” 21ચ્યાહાય આખ્યાં, “કૈસરા” તોવે ચ્યે ચ્યાહાન આખ્યાં, “જીં કૈસર રાજા હેય, તીં કૈસરાલ દિયા, એને જીં પોરમેહેરા હેય, તીં પોરમેહેરાલ દિયા.” 22ઈ વોનાઈન, ચ્યાહાન નોવાય લાગી, એને ચ્યાલ છોડીન ચ્યા ચાલ પોડ્યા.


