અંજીરા જાડાવોયને હિકના
32“અંજીરા જાડાવોયને ઓ દાખલો હિકાં, જોવે ચ્યા કોવળ્યો ડાળખ્યો ફૂટત્યોહો એને ડાહાગ્યો પીલવાત્યો લાગે, તોવે તુમહાન ખોબાર પોડહે કા ચોમહા સમય પાહાય યેય ગીયહો. 33તેહેંજ કોઇન, જોવે ઈ બોદા તુમહાન બોનતાં દેખાય, તોવે તુમહાન ખોબાર પોડી જાં જોજે કા દુનિયા છેલ્લો સમય યેય ગીયહો એને તો દુઉ નાંય હેય. 34આંય તુમહાન હાચ્ચાં આખતાહાવ, કા ઈ બોદા યે પેડયે લોક તોવેબી જીવતા રોય જોવે ઓહડા બોનાવ બોની. 35આકાશ એને દોરતી નાશ ઓઅઇ જાય, સાદામાટે નાંય રોય, બાકી માયે જીં આખ્યાહા તી સાદામાટે હાચ્ચાં રોય.”


