ગેતસેમાની બાગમાય ઈસુવા પ્રાર્થના

(માર્ક 14:32-42; લુક. 22:39-46)

36ચ્યા પાછે ઈસુ ચ્યાહાઆરે ગેતસેમાને નાંવા જાગાવોય યેનો એને ચ્યે શિષ્યહાન આખ્યાં કા તુમા ઈહીં બોહીજા “આંય જાયન પોરમેહેરાલ પ્રાર્થના કોઅહુ.” 37એને ચ્યે પિત્તર જબદી પોહો યાકૂબ એને યોહાન ચ્યાઆરે ગીયા એને આજુ વાયજ દુર લેઈને ગીયો, એને પાછે તો બોજ દુઃખી એને નિરાશ ઓઅઇ રીયલો આતો. 38તોવે ચ્યે શિષ્યહાન આખ્યાં, “મા જીવ બોજ દુઃખી હેય, ઓહડા લાગહે કા મા જીવ નિંગી જાય: તુમા ઈહીં રિયા એને જાગતા રોજા.” 39પાછો ઈસુ વાહાયોક દુઉ ગીયો એને મેંડયે પોડયો એને પોતે ચેહેરો દોરત્યેવોય ટેકાડી દેનો એને પ્રાર્થના કોઅરા લાગ્યો, “ઓ પિતા, નોકીજ બોની હોકેત યા દુઃખા પિયાલો માથી દુઉ ઓઅઇ જાય, તેરુંબી જેહેકોય આંય વિચારતાહાવ તેહેકેન નાંય, બાકી જેહેકોય તું વિચારતો તેહેકોયનુજ ઓએ.” 40તો પાછો શિષ્યહાપાય યેનો તોવે ચ્યે ચ્યાહાન હુતલા દેખ્યા એને પિત્તરાલ આખ્યાં, “કાય તુમહાન યોક કલાક બી નાંય જાગતા રોવાયાં? 41જાગતા એને પ્રાર્થના કોઅતા રા, કા તુમા પરીક્ષામાય નાંય પોડે, તુમહે આત્મા તે હાચ્ચાં કોઅરા તિયારી હેય, બાકી શરીર નોબળાં હેય.” 42આજુ યોકદા પાછા જાયને ચ્યે ઓહડી પ્રાર્થના કોઅયી કા, ઓ મા આબા જોવે વાટકો પિયા વોગાર માયેપાઅને નાંય ઓટી હોકે, તે તું તો મોરજયેકોય ઓઅરા દે. 43પાછા યેઇન ઈસુય ચ્યાહાન હુતલા દેખ્યા, કાહાકા ચ્યાહા ડોળા નિંદે કોઇન બાઆય ગીઅલા આતા. 44ચ્યાહાન છોડીન તો પાછો ગીયો, એને તીજ વાત પાછી આખીન, તીજેદા પ્રાર્થના કોઅયી. 45પાછા શિષ્યહાપાય યેયન ચ્યે ચ્યાહાન આખ્યાં, આજુબી તુમા હુતલાજ રા એને આરામ કોઅતાજ રા, ઓલહાંજ આમી, “એઆ આમી મા સમય યેય ગીઅલો હેય માન, માઅહા પોહાલ પાપી લોકહા આથામાય દેય દી. 46ઉઠા, ચાલા, એઆ, જો માન દોઅવાડી દાંહાટી મોદાત કોઅઇ રિઅલો હેય, તો આમી યેય રિઅલો હેય.”