પિલાતુસા ઈસુવાલ સાવાલ
(માર્ક 15:2-5; લુક. 23:3-5; યોહા. 18:33-38)
11જોવે ઈસુ પિલાત રાજા હામ્મે ઉબો આતો, તોવે ચ્યા રાજાય ચ્યાલ એહેકેન પુછ્યાં, કા “કાય તું યહૂદીયાહા રાજા હેતો કા?” ઈસુવે ચ્યાલ આખ્યાં, “તું પોતેજ ઈ આખી રિયહો.” 12જોવે મુખ્ય યાજક એને આગેવાન ચ્યાવોય દોષ લાવી રીઅલા આતા, તોવે ચ્યે કાંઇજ જાવાબ નાંય દેનો. 13તોવે પિલાતેં ચ્યાલ આખ્યાં, “એલા તો વિરુદમાય ઈ બોદા આખી રીયહા, તી તું નાંય વોનાયે કા?” 14બાકી ચ્યે ચ્યાલ યોકબી વાતે જાવાબ નાંય દેનો, યે વાતે વોય પિલાત રાજાલ મોઠી નોવાય લાગી.


