શિષ્યહાન દર્શન એને છેલ્લી આગના
(માર્ક 16:15-18)
16ઓગ્યાર શિષ્ય ગાલીલ ભાગામાય ચ્યા ડોગાવોય ગીયા, જાં જાંહાટી ઈસુ ચ્યાહાન આખલા. 17ચ્યાહાય ચ્યા દર્શન કોઇન ચ્યાલ ભક્તિ કોઅયી, બાકી કાદા કાદાલ શંકા ઓઅયી કા તો હાચ્ચોજ જીવતો ઓઅઇ ગીયહો. 18ઈસુય ચ્યાહા પાહી યેયન આખ્યાં, “હોરગા એને દોરતી બોદો ઓદિકાર માન દેવામાય યેનહો.” 19યાહાટી તુમા જાં, બોદી જાત્યે લોકહાન શિષ્ય બોનાડા, એને પિતા, એને પુત્ર, એને પવિત્ર આત્મા નાવાકોય ચ્યાહાન બાપતિસ્મા દા, 20એને ચ્યાહાન બોદ્યો વાતો જ્યો માયે તુમાહાલ આગના દેનહી, ચ્યો માનના હીકાડા: એને યાદ રાખા, આંય દુનિયા છેલ્લે લોગુ તુમહેઆરે હેય.


