ડોળો શરીરા દિવા હારકો હેય

22“ડોળો શરીરાહાટી દિવા રોકો હેય: જોવે તો ડોળો ચોખ્ખો રોય, તોવે તો બોદા શરીર ઉજવાડામાય ઓરી. 23બાકી તો ડોળો ચોખ્ખો નાંય રોય, તે તો બોદા શરીરમાય આંદારાં ઓરી, યાહાટી જોવે તુમા બુલથી ઈ હુમાજતાહા કા તુમહે મોન ઉજવાડામાય હેય બાકી આસલીમાય આંદારામાય હેય, તે તુમહે આંદારને આંદારાં આસલીમાય બોજ કાળાં હેય.”