બીજહાવોય દોષ નાંય લાવના
(લુક. 6:37-38,41-42)
1“તુમા બિજા લોકહાવોય દોષ મા લાવહા, તે તુમાહાવોય બી બિજા લોક દોષ નાંય લાવી. 2કાહાકા જ્યે પરમાણે તુમા દોષ લાવતેહે, ચ્યેજ પરમાણે પોરમેહેર તુમાહાવોય બી દોષ લાવી, એને જ્યે રીતે, તુમા બીજહા ન્યાય કોઅતાહા, તેહેકોયજ પોરમેહેર તુમહે બી ન્યાય કોઅરી.”
3તું તો બાહા વાહની-વાહની બુલહે ન્યાય કાહા કોઅતોહો, જીં ચ્યા ડોળામાઅને કોચરા રોકા હેય, તુલ તો મોઠયો-મોઠયો બુલ્યો નાંય દેખાય? 4જોવે તો પોતાનાજ જીવનમાય મોઠયો-મોઠયો બુલ્યો હેય, તે તુલ વાહની બુલ કોઅનારા કાદાબી માઅહા ન્યાય નાંય કોઅરા જોજે. 5ઓ ડોંગી, પેલ્લો તો મોઠયો-મોઠયો બુલ્યો હુદરાવી લે, પાછે તું હારેં રીતે તો બાહા બુલ હુદરાવાહાટી ચ્યા મોદાત કોઅય હોકહે. 6“ચ્યા લોકહાન પોરમેહેરા વચન મા આખહા જ્યા ચ્યાલ વોનાયા નાંય માગે, જોવે તુમા એહેકેન કોઅહા, તે એહેકેન ઓઅરી જેહેકોય ચોખ્ખી વસ્તુ કુત્રહા આગલા ટાકી દેયના, એને ડુકરાહા આગલા મોતી ટાકના કાહાકા ચ્યે પાગહાતોળે ચ્યાહાન છુંદી ટાકી એને પાછે તુમહેવોય હમલો કોઅરી.”


