ઈસુ વાવાજોડાલબી શાંત કોઅહે

(માર્ક 4:35-41; લુક. 8:22-25)

23પાછો ઈસુ ઉડીમાય ચોડયો એને ચ્યા શિષ્યબી ચ્યાઆરે ચોડયા. 24એને દોરિયામાય મોઠા વાવાઝોડા યેના, ઓલા બોદા કા ઉડી લાફાહા કોઇન બુડી જાં કોઅહે બાકી ઈસુ હુતલો આતો. 25તોવે ચ્યાપાય યેઇન ચ્યાલ જાગાડયો એને આખ્યાં, “ઓ પ્રભુ, આમહાન બોચાવ, આપા બુડી જાં કોઅજેહે.” 26ઈસુવે ચ્યાહાન આખ્યાં, “ઓ વોછો બોરહો કોઅનારાહાય, તુમા કાહા ગાબરાતાહા?” તોવે ચ્ચાય ઉઠીન વારાલ એને લાફાહાન દોમકાડયા, એને બોદા શાંત ઓઅઇ ગીયા. 27એને ચ્યા નોવાય પામીન આખા લાગ્યા કા, ઈ કોહડા માઅહું હેય કા વારો એને પાઆય બી ચ્યા આગના માનતેહેં.