લખવાવાળાલ હારો કોઅયો
(માર્ક 2:1-12; લુક. 5:17-26)
1પાછો ઈસુ ઉડીમાય બોહીન દોરિયો પાર કોઇન પોતાના ગાવામાય યેનો. 2એને કોલહાક લોક યોક લખવાવાળા માઅહાન ખાટલાવોય હુવાડીન ઈસુવાપાય લેય યેના, ઈસુવે જાંઅયા કા ચ્યા માયેવોય બોરહો થોવતાહા, ચ્યે લખવાવાળા માઅહાન આખ્યાં, “ઓ બાહા, ઈંમાત રાખ, તો પાપહાલ આંય માફ કોઅતાહાંવ.” 3એને કોલાહાક મૂસા નિયમ હિકાડનારા ગુરુ આતા ચ્યાહાય વિચાર કોઅયો, “એલો તે પોરમેહેરા નિંદા કોઅહે” 4ઈસુવે ચ્યાહા મોના વિચાર જાંઆઈન આખ્યાં, “તુમા તુમહે મોનામાય કાહા ખારાબ વિચાર કોઅતાહા? 5કાય આખના હેલ્લા હેય? તો પાપ માફ ઓઅઇ ગીયા ઈ આખના હેલ્લા હેય, કા ઉઠ ચાલા લાગ, ઈ આખના હેલ્લા હેય? 6બાકી તુમહાન ખોબાર પોડા જોજે કા માન એટલે માઅહા પોહાલ દોરત્યેવોય લોકહા પાપ માફ કોઅના ઓદિકાર દેનલો હેય.” ચ્યાહાટી ઈસુ લખવાવાળા માઅહાન આખહે. “તુલ આંય આખતાહાવ, ઉઠ, તો ખાટલા લેઈને ગોઓ જો.” 7તો ઉઠીન ચ્યા ગોઓ ગીયો. 8લોક ઈ દેખીન બિઇ ગીયા એને પોરમેહેરા મહિમા કોઅરા લાગ્યા જ્યેં માઅહાન ઓહડો ઓદિકાર દેનહો.


