ઈસુવાથી યોહાના સન્માન
7જોવે યોહાના શિષ્ય તાઅને જાતા લાગ્યા, તોવે ઈસુ યોહાના બારામાય લોકહાન આખતો લાગ્યો કા, તુમા ઉજાડ જાગામાય કાય એરાહાટી ગીઇલે? કાય વારાકોય આલનારા બુરળ્યા? 8પાછી તુમા કાય એરા ગીઇલે? મોઅગેં ફાડકે પોવલા લોકહાન કા? એઆ મોઅગેં ફાડકે પોવતેહે ચ્યે રાજમેહેલામાય રોતેહેં. 9તોવે તુમા કાય એરા ગીઇલે? ભવિષ્યવક્તાહાલ એરા કા? હાં, આંય તુમહાન આખતાહાવ, બાકી ભવિષ્યવક્તાહા કોઅતાબી મોઠો હેય. 10યોહાન બાપતિસ્મા દેનારો, તો માઅહું હેય, જ્યા બારામાય પવિત્રશાસ્ત્રામાય પોરમેહેર આખહે: એએ, આંય તો પેલ્લા મા સંદેશ લેય યેનારાલ દોવાડતાહાવ, જો તો પેલ્લા તોહાટી વાટ તિયાર કોઅરી.
11તુમહાન આંય હાચ્ચાં આખતાહાવ, કા જ્યા થેએયેથી જોન્માલ યેનલા હેય, ચ્યાહામાઅને યોહાન બાપતિસ્મા દેનારા કોઅતા કાદો મોઠો નાંય, તેરુંબી હોરગા રાજ્યામાય વાહનો ચ્યા કોઅતો મોઠો હેય. 12જોવેને યોહાન બાપતિસ્મા દેનારાય સંદેશ દેયના સુરુ કોઅયા, ચ્યા દિહા પાયને આમી લોગુ હોરગા રાજ્યા હારી ખોબાર આખલી જાહે, એને બોદેજ યામાય ભાગીદાર ઓઅતેહે, યા દુનિયા ખારાબ લોક ચ્યાહાન નાશ કોઅરા કોશિશ કોઅતાહા. 13ભવિષ્યવક્તાહા બોદ્યો ચોપડયો એને મૂસા નિયમશાસ્ત્રામાય યોહાન બાપતિસ્મા દેનારા યેયના લોગુ રાજ્યા બારામાય ભવિષ્યવાણી કોઅલી આતી. 14જો તુમા હાચ્ચાં યે વાતેહેવોય બોરહો કોઅતેહે તે વોનાયા, ઓ યોહાનુજ એલીયા હેય, જ્યા યેઅના બારામાય ભવિષ્યવક્તાહાય આખલા આતા. 15જો વોનાયાંહાટી તિયાર હેય તો વોનાય લેય એને ચ્યા બારામાય હુમજે.
16બાકી ઈ પીડી કોહડી હેય? ઈ પીડી ચ્યા પાહહા રોકી હેય જ્યા આટામાય બોહીન હાંગાત્યાહાન હાત કોઇન આખતાહા. 17આમાહાય તુમહેહાટી વોરાડા ગીતે લાવ્યે એને તુમા નાચ્યા નાંય, આમાહાય રોડના ગીતે આખ્યે, બાકી તુમા નાંય રોડયા. 18કાહાકા જોવે યોહાન બાપતિસ્મા દેનારો યેનો તોવે તો બોજ ઉપહા કોઅતો આતો, એને દારાખા રોહો નાંય પિતો આતો, એને તુમાહાય આખ્યાં, ચ્યામાય બુત હેય. 19બાકી જોવે આંય, માઅહા પોહો સાદા ખાઅના ખાતો એને પાઆય એને દારાખા રોહો પિતો આતો, તોવે તુમા આખતા લાગ્યા “એઆ તો ખાદાડ એને સાકાટ માઅહું, કર લેનારાહા એને પાપહયા હાંગાત્યો હેય, તેરુ માઅહા કામહાકોય સાબિત ઓઅહે કા જ્ઞાની કું હેય.”


