આરામા દિહાલ પાળના સાવાલ

(માર્ક 2:23-28; લુક. 6:1-5)

1યોક આરામા દિહી, ઈસુ એને ચ્યા શિષ્ય રાનામાઅને જાતા આતા, એને ચ્યા શિષ્યહાન બુખ લાગી તોવે શિષ્ય કોઅહે પેંદી ખાં લાગ્યા. 2તોવે પોરૂષી લોક ઈ એઇન ઈસુલ આખ્યાં, “એએ, તો શિષ્ય જીં કામ આરામા દિહી કોઅઇ રીઅલા હેય, તીં આમે નિયમા વિરુદ હેય, તુયે ચ્યાહાન એહેકેન નાંય કોઅરાહાટી આખા જોજે.” 3ઈસુવે ચ્યાહાન આખ્યાં, “કાય તુમાહાય નાંય વાચ્યાહાં, કા દાઉદ રાજાય, જોવે ચ્યા હાંગાત્યાહાન બુખ લાગી તોવે કાય કોઅયેલ? 4તોવે તો કેહેકેન પોરમેહેરા માંડવામાય ગીયો, એને બેટ ચોડાવલ્યો બાખ્યો લેઈને ખાદ્યો, જ્યો યોખલા યાજકથી ખાવાય ચ્યો ચ્યે ખાદ્યો, એને હાંગાત્યાહાન બી દેન્યો? 5કાય તુમાહાય નિયમશાસ્ત્રામાય નાંય વાચ્યાહાં, કા યાજક આરામા દિહી દેવાળામાય આરામા દિહયા નિયમાલ તોડી તેબી નિર્દોષ રોઅરી? 6બાકી આંય તુમહાન આખહુ કા ઈહીં જો હેય તો દેવાળા કોઅતો મહાન હેય. 7તુમા નાંય જાંએ કા પવિત્રશાસ્ત્રમાય યા શબ્દાહા કાય મોતલાબ હેય, જો તુમા જાઅતા તે મા નિર્દોષ શિષ્યહા નિંદા નાંય કોઅતા. મા હાટી બેટ ચોડાવના કોઅતા, મા ઇચ્છા હેય કા તુમા બીજહાવોય દયા કોઆ. 8કાહાકા આંય, માઅહા પોહાલ આરામા દિહાવોય બી ઓદિકાર હેય.”