હોરગા નિશાણ્યે માગણી
(માર્ક 8:11-13; લુક. 12:54-56)
1એને પોરૂષી લોક એને સાદૂકી લોક ઈસુવા પાહી યેયન ચ્યાલ ફોસવા હાટી આખ્યાં, આમહાન હોરગા એહેરે મોઠે ચમત્કાર દેખાડ. 2ઈસુવે જાવાબ દેનો, “વોખાતેહે તુમા આખતાહા, ‘વાતાવરણ હારાં ઓઅરી, કાહાકા આકાશ લાલ હેતાં’, 3એને હાકાળ્યે સમયે આખતાહા, આજુ તોફાન યી, કાહાકા આકાશ લાલ એને દુકાળા હેય, તુમા આકાશા યે ચિન્હ એઇન ભેદ આખતાહા, બાકી સમાયા ચિન્હહા ભેદ કાહાનાય આખી હોકે? 4યે પિડયે ખારાબ એને વ્યબિચારી લોક ચમત્કાર હોદતાહા, બાકી યોના ભવિષ્યવક્તા ચિન્હ છોડીન બિજાં કાય ચિન્હ નાંય દેવાય” પાછે ઈસુ ચ્યાહાપાઅને જાતો રિયો.


