યે વાતેહેવોય દિયાન લાવા
8યાહાટી ઓ મા વિસ્વાસી બાહાબોઅયેહેય, છેલ્લે જ્યો-જ્યો વાતો હાચ્ચો હેય, એને જ્યો-જ્યો વાતો આદરા યોગ્ય હેય એને જ્યો-જ્યો વાતો પોરમેહેર ન્યાયી માનહે, એને જ્યો-જ્યો વાતો પવિત્ર હેય, એને જ્યો-જ્યો વાતો હાર્યો હેય, એને જ્યો-જ્યો વાતો પ્રશંસા યોગ્ય હેય એટલે જી બી ઉત્તમ એને પ્રશંસા વાતો હેય ચ્ચેહેવોય તુમહે મન લાગી રોય. 9જ્યો વાતો તુમા માયેપાઅને હિક્યા, એને ગ્રહણ કોઅયો, એને વોનાયા એને માંયેમાય દેખ્યો, ચ્ચે વાતહે પાલન કોઆ, તોવે શાંતી દેનારો પોરમેહેર તુમહેઆરે રોય.


