પ્રભુનો આજ્ઞાધીન સેવક

4હું થાકેલાઓને આશ્વાસનના શબ્દો બોલી શકું માટે,

પ્રભુ યહોવાહે મને શીખેલાની જીભ આપી છે.

તે દર સવારે મને જગાડે છે અને મારા કાનને ઉઘાડે છે કે હું શીખેલાની જેમ સાંભળું.

5પ્રભુ યહોવાહે મારા કાન ઉઘાડ્યાં છે

અને મેં બંડ કર્યું નથી કે, પાછો હટ્યો નથી.

6મેં મારા મારનારની આગળ મારી પીઠ તથા વાળ ખેંચી કાઢનારની આગળ મારા ગાલ ધર્યા;

અપમાનિત તથા થૂંકાવા છતાં મેં મારું મુખ સંતાડ્યું નહિ.

7કેમ કે પ્રભુ યહોવાહ મારી સહાય કરશે; તેથી હું ફજેત થનાર નથી;

તેથી મેં મારું મુખ ચકમકના પથ્થર જેવું કર્યું છે, કેમ કે હું જાણું છું કે હું લજ્જિત થઈશ નહિ.

8મને ન્યાયી ઠરાવનાર પાસે છે. કોણ મારો વિરોધ કરશે?

આવો આપણે સાથે ઊભા રહીને એક બીજાની સરખામણી કરીએ.

મારા પર આરોપ મૂકનાર કોણ છે? તેને મારી પાસે આવવા દો.

9જુઓ, પ્રભુ યહોવાહ મને સહાય કરશે. મને અપરાધી ઠરાવનાર કોણ છે?

જુઓ, તેઓ સર્વ વસ્ત્રની જેમ જીર્ણ થઈ જશે; ઉધાઈ તેઓને ખાઈ જશે.

10તમારામાં યહોવાહની બીક રાખનાર કોણ છે? કોણ પોતાના સેવકની વાણી સાંભળે છે?

કોણ ઘોર અંધકારમાં પ્રકાશ વિના ચાલે છે?

તેણે યહોવાહના નામ પર ભરોસો રાખવો અને તેના ઈશ્વર પર આધાર રાખવો.

11જુઓ, તમે સર્વ અગ્નિ સળગાવનારા, જે મશાલોથી સજ્જ છો:

તમારી સળગાવેલ જ્યોતમાં અને તમારી મશાલોના પ્રકાશમાં ચાલો.

યહોવાહ કહે છે, ‘મારા હાથથી,’ ‘આ તમારી પાસે આવશે: તમે વિપત્તિના સ્થાનમાં પડી રહેશો.’”