ઈસુને પકડાવી દેવા યહૂદાની સમંતિ
માર્ક 14:10-11; લૂક 22:3-6
14ત્યારે યહૂદા ઇશ્કારિયોત નામે બાર શિષ્યોમાંના એકે મુખ્ય યાજકોની પાસે જઈને કહ્યું કે, 15“તેને હું તમારે સ્વાધીન કરું તો તમે મને શું આપવા રાજી છો?” તેઓએ તેને ચાંદીના ત્રીસ સિક્કા ચૂકવી આપ્યા. 16ત્યારથી તે ઈસુને પરસ્વાધીન કરવાની તક શોધતો રહ્યો.


