પ્રભુની ભલાઈનાં ગુણગાન
1યહોવાહની સ્તુતિ કરો.
હે યહોવાહના સેવકો, સ્તુતિ કરો;
યહોવાહના નામની સ્તુતિ કરો.
2યહોવાહનું નામ આ સમયથી
તે સર્વકાળ સુધી સ્તુત્ય થાઓ.
3સૂર્યોદયથી તે સૂર્યાસ્ત સુધી
યહોવાહના નામની સ્તુતિ કરો.
4યહોવાહ સર્વ પ્રજાઓ ઉપર સર્વોપરી અધિકારી છે
અને તેમનું ગૌરવ આકાશો કરતાં મહાન છે.
5આપણા ઈશ્વર યહોવાહ જેવા કોણ છે?
જે ઉચ્ચસ્થાનમાં બેઠા છે.
6આકાશમાં તથા પૃથ્વીમાં
જે છે તે કોણ જુએ છે?
7તે ગરીબને ધૂળમાંથી ઉઠાવી લે છે
અને જરૂરિયાતમંદોને રાખના ઢગલામાંથી ઊંચા કરે છે.
8જેથી તે અમીરો સાથે
એટલે પોતાના રાજકુમારો સાથે બેસનાર થાય.
9તે નિઃસંતાન સ્ત્રીને ઘર આપે છે,
તેને પુત્રોની આનંદી માતા બનાવે છે.
યહોવાહની સ્તુતિ કરો.


