તમારા નિયમો શીખવો
હે
33હે યહોવાહ, તમારા વિધિઓનો માર્ગ મને શીખવો
અને હું અંત સુધી તે પ્રમાણે ચાલીશ.
34મને સમજણશક્તિ આપો એટલે હું તમારો નિયમ પાળીશ;
હું મારા હૃદયથી તેનું અનુકરણ કરીશ.
35મને તમારી આજ્ઞાઓના માર્ગમાં દોરો,
કારણ કે હું તેમાં આનંદ માનું છું.
36તમારા કરાર પર ધ્યાન આપવા માટે મારા હૃદયને દોરો
અને લોભ તરફથી મને વારો.
37વ્યર્થતામાંથી તમે મારી દ્રષ્ટિ ફેરવો;
તમારા માર્ગ વિષે મને આતુર કરો.
38તમારું જે વચન ભય ઉપજાવનારું છે;
તે તમારા સેવકના લાભમાં દ્રઢ કરો.
39જે અપમાનનો મને ડર છે; તે મારાથી દૂર કરો;
કારણ કે તમારાં ન્યાયવચનો ઉત્તમ છે.
40જુઓ, તમારા નિયમોને આધીન થવા માટે હું ઝંખુ છું;
મારા ન્યાયીપણામાં તમે મારા જીવનને સંભાળી રાખો.


