પ્રભુનો નિયમ ભક્તનો પરમાનંદ
હાયિન.
121મેં જે ન્યાયી અને સાચું છે તે કર્યું છે;
મને મારા પર જુલમ કરનારનાં હાથમાં ન સોંપો.
122તમારા સેવક માટે તેના જામીન થાઓ;
ગર્વિષ્ઠ લોકોને મારા પર જુલમ કરવા ન દો.
123તમારા ઉદ્ધારની અને ન્યાયી વચનની
રાહ જોતાં જોતાં મારી આંખો નિસ્તેજ થઈ ગઈ છે.
124તમારી કૃપા પ્રમાણે તમારા સેવકની સાથે વર્તજો
અને તમારા વિધિઓ મને શીખવજો.
125હું તો તમારો સેવક છું, મને બુદ્ધિ આપો,
કે જેથી હું તમારાં સાક્ષ્યોને જાણી શકું.
126હવે યહોવાહને કામ કરવાનો સમય આવ્યો છે,
કેમ કે લોકોએ તમારો નિયમ તોડ્યો છે.
127હું સોના કરતાં, શુદ્ધ સોના કરતાં પણ
તમારી આજ્ઞાઓ પર વધારે પ્રેમ રાખું છું.
128તમારાં શાસનો પ્રમાણે હું મારી સર્વ વર્તણૂક યથાર્થ રાખું છું
અને હું દરેક જૂઠા માર્ગને ધિક્કારું છું.


